September 20, 2021
September 20, 2021

લીમડો વાવો, મુખ્યમંત્રી પદ મેળવો…

લીમડો નસીબદાર કે લીમડો વાવનાર નવા મુખ્યમંત્રી…?

બોપલમાં ખાડો ખોદી લીમડો રોપ્યો હતો, ને સાંજે બન્યા CM

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથ ગ્રહણ કરનાર ભૂપેન્દ્ર પટેલનું વ્યક્તિત્વ ખુબ જ અલગ છે. તેઓના નામની જાહેરાત થતાની સાથે જ ન માત્ર ગુજરાતની જનતા પરંતુ ભાજપના ધારાસભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓ દાદાભગવાનના અન્ય ભક્ત છે. અને તેના કારણ જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં “દાદા” તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે ઘણા લાંબા સમયથી સક્રિય રહ્યા છે. જો કે તેમ છતા પણ તેઓ પોતાના સૌમ્ય સ્વભાવના કારણે દરેક પક્ષ સાથે તાલમેલ સાધીને ચાલે છે. 

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલને પણ છેક સાંજ સુધી ખબર નહીં હોય કે તેઓ આજે CM બનવાના છે. કારણ કે આજે સવારે અમદાવાદના બોપલમાં બીઆરટીએસ રૂટ પર વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ હાજર રહ્યા હતા અને ત્યાં એક નિર્માણાધીન કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં પક્ષના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બનવા મામલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કોઈને કહેતી નથી, મને પણ કોઈ અણસાર ન હતો.

ભૂપેન્દ્ર પટેલ આજે સવારે બોપલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં બીઆરટીએસ રૂટ પર સમર્પણ બંગ્લોઝના બસ સ્ટેન્ડ પાસે કોરિડોરમાં જાતે જ ખાડો ખોદી, પાવડો વડે માટી હટાવીને લીમડો રોપ્યો હતો. આ પ્રસંગે શહેર મંત્રી પ્રજ્ઞેશ પટેલ, એએમટીએસના સભ્ય વિનોદ પટેલ તથા કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરોની એક બેઠક પણ યોજાઈ હતી.

નોધનિય છે કે, ભૂપેન્દ્ર પટેલનો એક તકીયા કલામ છે કે મારો કોઇ દુશ્મન જ નથી. તેઓ હંમેશા દરેક પક્ષ સાથે સુમેળ સાધીને ચાલવા માટે પંકાયેલા છે. છેલ્લે આનંદીબેન પટેલ પાટીદાર મુખ્યમંત્રી હતા. તેના બાદ રિસાયેલા પાટીદારોને મનાવવા માટે મોદી-શાહને વિજય રૂપાણીનો કાર્યકાળ અધૂરો મૂકવો પડ્યો હતો, અને ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવી પડી હતી. આ વચ્ચે જાણીએ કે નવા બનેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આખરે કોણ છે. ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ ગણાય છે. 

 34 ,  1