હિંમતનગર: B ડીવીઝન ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનની વાત કરીએ એટલે સખ્ત કઠોર હદય ના પોલીસવાળા જ નજરે ચઢે. પરંતુ જો હિમતનગર B ડીવીઝનની વાત કરીએ તો આ બધા કરતા બહુ જ અલગ.

પ્રવેશ દ્વારથી શરુ કરીને પોલીસ મથક ના દરવાજા સુધી વિસ્તરેલો બગીચો એટલે હિમતનગર B ડીવીઝન પોલીસ મથક. જાત જાતના ફૂલ અને ફળના વૃક્ષોથી સજાવેલું સરસ મજાના બગીચામાં બેસ્યા નો એહસાસ થાય એવું સુંદર પોલીસ મથક સાબરકાંઠા પોલીસ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ પોલીસ મથકની શોભામાં વધારો કરવા માટે ફરી એક વખત પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ પી આઈ. ગોહિલ, અને તેમના સ્ટાફ દ્વારા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

 16 ,  1