PM નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી સીતારમણે મનોહર પાર્રીકરને આપી શ્રદ્ધાંજલિ,સ્મૃતિ ઈરાની થયા ભાવુક

ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સંરક્ષણ પ્રધાન તેમજ ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પારિકરનું રવિવારે સાંજે લાંબી માંદગી બાદ નિધન થયું છે. 63 વર્ષના પાર્રીકર ઘણા લાંબા સમયથી સ્વાદુપિંડનાં કેન્સરથી પીડાતા હતા. સાદગી અને સમર્પણની મિસાલ પારિકર ગોવા જ નહીં, દેશભરના પક્ષ-વિપક્ષના નેતાઓ, સામાજિક અગ્રણીઓમાં તેઓ લોકપ્રિય હતા. ભાજપને ગોવાનાં નકશા પર લાવવામાં તેમનો સિંહફાળો છે. તેમને શ્રધાંજલિ પાઠવવા માટે તમામ નેતાઓ પહોંચી ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદી, નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.

યુનિયન મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ભાવભીની શ્રધાંજલિ પાઠવી હતી. મનોહર પર્રીકરના પાર્થિવદેહના દર્શન કરી તેવો ભાવુક બની ગયા હતા.તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ પાર્રીકરના પાર્થિવ દેહના દર્શન કરી શ્રધાંજલિ પાઠવી હતી.

 65 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર