ઇમરાન ખાને પાઠવી હોળીની શુભેચ્છા, બોલિવૂડે બોલતી બંધ કરી દીધી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હિન્દુ સમુદાયના લોકોને હોળીની શુભેચ્છા પાઠવી છે, જો કે બોલીવૂડે તેમને આડેહાથ લઇ લીધા છે. પાકિસ્તાનના વડાપ્રધાને બુધવારે પોતના ટ્વિટર એકાઉન્ટ પર હોલીની શુભેચ્છા પાઠવી હતી અને બધા માટે ખૂશીઓથી સંપન્ન અને શાંતિપૂણ હોળીની પ્રાર્થના કરી હતી. પરંતુ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના કો-પ્રોડ્યુસર એશોક પંડિતે પાકિસ્તાનને લોહીની હોળી રમવાનું બંધ કરવાની સલાહ આપી છે.

ઇમરાન ખાને બુધવારે સવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, અમારા હિન્દુ સમુદાયને રંગોના તહેવાર હોળીની શુભકામના. તેમના માટે હોળી ખુશીઓ અને શાંતિથી સંપન્ન રહે. ઇમરાન ખાનની ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. જેના પર બોલીવૂડ પ્રોડ્યુસર અશોક પંડિતે કડવો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, પહેલા અમારા જવાનોના લોહીની હોળી રમવાનું બંધ કરો પછી હોળીની શુભકામના આપજો.

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી