September 19, 2021
September 19, 2021

PM Kisan Scheme : કિસાનોના ખાતામાં જમા થયાં 2 હજાર રૂપિયા

દેશભરના 9.75 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી સરકારે જમા કર્યા

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 9મો હપ્તો દેશભરના 9.75 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી સરકારે જમા કર્યો છે. આ તમામ ખેડૂતોને સરકાર દ્વારા 2000 રૂપિયા આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 હેઠળ બીજો હપ્તો મોકલ્યા બાદ પીએમ મોદીએ દેશના ઘણા કિસાનો સાથે વાતચીત કરી. તો પીએમ મોદીએ આ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યુ. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 

તેવામાં તમારા માટે તે જાણવુ જરૂરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસા તમારા ખાતામાં પહોંચ્યા છે કે નહીં. તેવામાં રકમ કઈ રીતે ચેક કરવી તે પ્રક્રિયા અમે તમને જણાવીશું. 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે કિસાનોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ હપ્તો બે-બે હજાર રૂપિયાનો હોય છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ કિસાનોના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરે છે. આ યોજનામાં થતો ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરે છે. 

 74 ,  1