મોદીના પ્રહાર, ‘કોંગ્રેસે ગરીબનો કોળિયો છીનવી, પોતાના નેતાઓનું પેટ ભર્યું’

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધી હતી. જેમાં પીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસના ઘોટાળામાં હવે એક નવુ નામ જોડાયું છે. હવે સબૂતની સાથે નવો ઘોટાળો કોંગ્રેસના લીડરના ખાતમાં જમા થયો છે. વધુમાં તેમણે કહ્યું, કોંગ્રેસ ગરીબના મોઢામાંથી કોળિયો છીનવીને, પોતાના નેતાઓનું પેટ ભરી રહી છે. ગર્ભવતી મહિલાઓને મોકલવામાં આવતા રૂપિયાને લૂંટી રહી છે.

પીએમએ કહ્હયું, હવે મધ્યપ્રદેશ પણ કોંગ્રેસનું એટીએમ બની ગયું છે. રાજસ્થાન અને છત્તીસગઢના પણ આવા જ હાલ થશે. કોંગ્રેસ માત્ર રૂપિયા લૂંટવા જ સત્તામાં આવે છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇકની વાત કરી હતી. તેમને જનતાને પૂછ્યું કે, જવાનોના આ સાહસના કારણે કોંગ્રેસને પેટમાં દુખે છે. મારે આજે જનતાને પુછવું છે કે, મારે સર્જિકલ સ્ટ્રાઇલ કરવી જોઇતી હતી કે નહીં, મારે એરસ્ટ્રાઇક કરવી જોઇતી હતી કે નહીં, તેમ વાત કરીને કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતું.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર