વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન- શું હશે જાહેરાત, વહેતા થયા તર્કવિતર્ક

કોરોના અંગેની જાહેરાત કે નવી યોજનાની જાહેરાત…?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 20 ઓક્ટોબરના રોજ સાંજે ટીવીના માધ્યમથી દેશને સંબોધવાના છે એવા સમાચારના પગલે લોકોમાં અને સોશ્યલ મિડિયામાં તેને લઇને એનેક તર્કવિતર્ક વહેતા થયાં છે કે આ વખતે વડાપ્રધાન કઇ જાહેરાત કરશે અને આ જાહેરાત કેવી હશે તેના અનુમાનો અને અટકળો પણ વહેતી થઇ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું કે ‘આજે સાંજે 6 વાગે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ, તમે બધા જરૂરથી જોડાજો.’ અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનો દેશમાં સતત પ્રકોપ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી લોકોને વારંવાર નિયમોના પાલનની અપીલ કરી રહ્યા છે. પીએમ મોદીએ તરફથી એવો મંત્ર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, રસી નહીં ત્યાં સુધી જરાય ઢીલ નહીં. 

જણાવી દઇએ, 8,નવે.2016ના રોજ તેમણે નોટબંધીની જાહેરાત ટીવી સંબોધનથી કરી હતી. લોકડાઉન પહેલા 22 માર્ચના રોજ જનતા કરફ્યુની જાહેરાત અને 24 માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી. વડાપ્રધાનના ટીવી સંબોધનથી કોઇને કોઇ નવી જાહેરાત થતી હોય છે ત્યારે હાલમાં પણ અટકળો ચાલી રહી છે કે વડાપ્રધાન શું જાહેરાત કરશે. કોરોના અંગેની કોઇ જાહેરાત છે કે સરકારની નવી કોઇ ઉપલ્બિધની જાહેરાત છે એ અંગે સોશ્યલ મિડિયામાં ચર્ચા છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર