કટોકટીના 44 વર્ષ પૂરા, PM મોદીએ Tweet કરી Video કર્યો શેર

Prime Minister Indira Gandhi addressing the nation from the Doordarshan studio during Emergency. *** Local Caption *** "Prime Minister Indira Gandhi addressing the nation from the Doordarshan studio during Emergency. Express archive photo August, 1975"

ભારતના લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના જ દિવસે 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી એટલે કે કટોકટીની જાહેરાત કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને મોદી સરકારના મંત્રીઓ આજે તેના પર સોશિયલ મીડિયામાં પોતાના વિચારો રજૂ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો ક્લિપ શેર કરી ઇમરજન્સીને યાદ કરી હતી.

તો ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે આજના દિવસે જ રાજકીય હિતો માટે લોકતંત્રની હત્યા કરી દેવાઇ હતી.

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરી લખ્યું કે એ દિવસને દેશની સંસ્થાઓની અખંડિતતા બનાવી રાખવા માટે યાદ રાખે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી