ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના બેટકાંડ બાદ ભારતીય જનતા પાર્ટીના કેટલાંક નેતાઓના રંગ દેખાવા લાગ્યા છે. 26 જૂને ઈન્દોરના ધારાસભ્ય અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના (કુ)પુત્ર આકાશે ઈન્દોર નિગમના કેટલાંક અધિકારીઓને બેટથી માર માર્યો હતો.
જે મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, આવા લોકોને પાર્ટીમાંથી બરતરફ કરવા જોઇએ. મોદીએ કહ્યું, કોઇપણનો પુત્ર હોય, આ વર્તન સહન કરવામાં આવશે નહીં. વડાપ્રધાને ભાજપ સંસદીય દળની બેઠકમાં આ વાત કરી હતી. તેમને નામ લીધા વિના જ કહ્યું કે, કોઈનો પણ દીકરો હોય, તેની આવી કરતૂત ચલાવી લેવામાં નહીં આવે, જે લોકોએ સ્વાગત કર્યું છે. તેમને પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી, દરેકને પાર્ટીમાંથી તગેડી મૂકવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, મારપીટ કેસમાં શનિવારે આકાશ વિજયવર્ગીયને ભોપાલની વિશેષ અદાલતે જામીન આપ્યા છે. ત્યારબાદ તેઓ રવિવારે ઇન્દોર જેલમાંથી બરા આવ્યા હતા. આ દરમિયાન આકાશે કહ્યું હતું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, મને ફરીથી બેટિંગ કરવાની તક ન મળે. હવે ગાંધીએ બતાવેલા રસ્તા ઉપર ચાલવાની કોશિશ કરીશે.
26 , 1