September 27, 2020
September 27, 2020

સ્વાતંત્ર પર્વ નિમિત્તે PM મોદીએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની કરી જાહેરાત

દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને એક નવી દિશા આપવાની જરૂરીયાત : PM મોદી

74માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યુ હતુ. જેમાં તેઓએ કોરોના કાળમાં કોરોના વોરિયર્સ બજાવેલી ફરજથી માંડીને કૃષિક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સુધીની વાત કરી હતી. વડાપ્રધાને વિસ્તારવાદથી માંડીને વિશ્વકલ્યાણ ભાવના માટે ભારતની મહત્વની ભૂમિકા હોવાનું કહ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત જે નક્કી કરે છે તેને પૂર્ણ કરે છે. વડાપ્રધાને વિસ્તારવાદી નીતિઓ પર પ્રહાર કરતા કહ્યુ કે વિસ્તાર વાદી નીતિના કારણે બે-બે વિશ્વ યુદ્ધ થયા.

આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની જાહેરતા કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેના માટે 100 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે. 74માં સ્વતંત્રતા દિવસ પર લાલા કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતને આધુનિકતા તરફ ઝડપથી લઇ જવા માટે, દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને એક નવી દિશા આપવાની જરૂરીયાત છે.

તમેણે કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જરૂરીયાત રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાથી પૂરી થશે. તેના પર દેશ 100 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવાની દિશામાં આગાળ વધી રહ્યો છે. જુદા જુદા ક્ષેત્રોની લગભગ સાત હજાર યોજનાઓના ચિહ્નિત પણ કરવામાં આવી છે. આ એક રીતથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિ હશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર આયાત ઘટાડવાનો જ નહીં પરંતુ પોતાની ક્ષમતા, પોતાની રચનાત્મકતા, પોતાનું કૌશલને વધારવાનો પણ છે. થોડા સમય પહેલા સુધી N-95 માસ્ક, પીપીઇ કીટ અને વેન્ટિલેટર વિદેશોથી મંગાવવા પડતા હતા પરંતુ આજે આ તમામ વસ્તુઓ ભારત ના માત્ર પોતાની જરૂરીયાતો પૂર્ણ કરે છે પરંતુ અન્ય દેશોની મદદ માટે પણ આગળ આવ્યું છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર