ફ્લાઈટમાં પેપર વર્ક કરતા દેખાયા PM મોદી

સોશિયલ મીડિયામાં લોકોએ પૂર્વ PM લાલ બહાદુર શાસ્ત્રી સાથે સરખામણી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોંચ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદી આ પ્રવાસ દરમિાયન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે અને ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.

ટ્વીટ થઈ રહી છે વાયરલ
આ અગાઉ પીએમ મોદીએ એક તસવીર શેર કરીને જણાવ્યું કે લાંબી મુસાફરીમાં તેઓ ફ્લાઈટમાં કેવી રીતે સમય પસાર કરે છે. પીએમ મોદીએ મુસાફરી દરમિયાન ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે. પીએમ દ્વારા ટ્વીટ કરાયેલી તસવીરમાં પીએમ મોદીના હાથમાં ફાઈલો જોવા મળી રહી છે. ફાઈલો સાથે પીએમના હાથમાં એક પેન પણ છે. પીએમ મોદીએ આ તસવીર સાથે એક કેપ્શન પણ આપી છે. તેમણે કહ્યું કે લાંબી ઉડાનમાં કાગળો અને ફાઈલો જોવાની તક મળી જાય છે.

મોદીએ છેલ્લા સાત વર્ષમાં તેમણે એક દિવસ પણ રજા લીધી નથી. દિવસમાં લગભગ 18 કલાક કામ કરે છે. તેનું ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છે. જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા. પીએમ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ માટે બુધવારે રવાના થયા. જોકે અમેરિકા પહોંચતા પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કેટલીક ફાઈલો જોઈ રહ્યા છે.

ફ્લાઈટમાં કામ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસ્વીર ખૂબ વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો તેમની સરખામણી લાલ બહાદૂર શાસ્ત્રી સાથે કરી રહ્યાં છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી