PM મોદીએ ગેહલોતને રાજ્યપાલ બનાવીને કર્યાં ‘એક તીરથી ચાર શિકાર’

થાવરચંદ ગેહલોતને રાજ્યપાલ બનાવવાથી એકી સાથે ચાર હોદ્દા ખાલી થયા

કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણ પહેલા કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક તીરથી ચાર શિકાર કર્યા છે.

ભાજપના સૌથી મોટા દલિત નેતાઓ પૈકી થાવરચંદ ગેહલોત કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યસભાના સાંસદ અને નેતા, તેમજ ભાજપ સંસદીય બોર્ડના સભ્ય છે પરંતુ થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવતા એકી સાથે ચાર હોદ્દા ખાલી થયા છે.

73 વર્ષીય થાવરચંદ ગેહલોતનો જન્મ મધ્ય પ્રદેશના એક દલિત પરિવારમાં થયો હતો. 1996થી 2009 સુધી શાજાપુર લોકસભા બેઠક પર ગેહલોત જીતી રહ્યા હતા. જોકે, 2012માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. 2014માં મોદી સરકાર બનતા જ તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. થાવરચંદ ગેહલોત 7 વર્ષથી સતત સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રાલયનું ખાતુ સંભાળી રહ્યા હતા. ત્યારબાગ 2019માં રાજ્યસભાના નેતા સદન પણ બનાવવાવમાં આવ્યા હતા.

 84 ,  2