બાયડન સાથે મુલાકાત બાદ PM મોદી પહોંચ્યા ન્યૂયોર્ક

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કરશે સંબોધિત

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં શુક્રવારે ભારતીય સમયાનુસાર મોડી રાતે અનેક ક્વાડ દેશોની બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. જ્યાં તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કરશે. પીએમ મોદી બુધવારે 3 દિવસીય પ્રવાસ પર વોશિંગ્ટન પહોંચ્યા હતા. જે કોવિડની મહામારીના કેર બાદથી આ તેમની પહેલી મુસાફરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ આ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને જાપાનના પોતાના સમક્ષની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આયોજિત ક્વાડ નેતાઓએ પહેલી વ્યક્તિગત શિખર સંમેલનમાં ભાગ લીધો. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમને દ્રઢ વિશ્વાસ છે કે લોકતંત્રોના ગ્રુપે ફોર્સ ફોર ગ્લોબલ ગુડના રુપમાં કાર્ય કરશે અને હિંદ પ્રશાંતની સાથે સાથે પૂરી દુનિયામાં શાંતિ અને સમૃદ્દિ સુનિશ્ચિત કરશે.

પહેલી ફિજિકલ ક્વાડ સમિટને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનનો આભાર માન્યો. પોતાના શરુઆતના સંબોધનમાં પીએમ મોદીએ ક્વાડનો હેતુ સમજાવતા કહ્યું કે સૌથી પહેલા વર્ષ 2004 બાદ ક્વાડ દેશો એકજૂથ થયા છે. ત્યારે સુનામીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની મદદ મળી હતી. હવે સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે ફરી દુનિયાના સારા માટે ક્વાડ સક્રિય થયું છે. પીએમ મોદીએ કહ્યું કે આપણી ક્વાડ રસી પહેલથી ઈન્ડો પેસિફિક દેશોને મદદ મળશે. આની પહેલા પીએમ મોદીએ કહ્યું કે ગુરુવારે ભારતમાં શક્ય નિકાસ માટે 5 વૈશ્વિક સીઈઓની સાથે બેઠક કરી હતી.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી