વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્યમાન ખુરાના સામેલ

લિસ્ટમાં સ્થાન પામનારા એકમાત્ર ભારતીય અભિનેતા છે આયુષ્માન

વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની લિસ્ટમાં પીએમ મોદીનો પણ સમાવેશ થયો છે. પીએમ મોદીનો સમાવેશ ટાઇમ મેગેઝિનના વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં થયો છે. આ સાથે ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાનું પણ નામ સામેલ છે. આ વર્ષે આ લિસ્ટમાં સ્થાન પામનારા પહેલા ભારતીય અભિનેતા છે આયુષ્માન.

દુનિયાભરના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ટાઈમે આ વર્ષે લગભગ બે ડઝન જેટલા નેતાઓને સામેલ કર્યા છે જેમનો કોઈને કોઈ રીતે દુનિયાભરમાં પ્રભાવ રહ્યો છે. આ યાદીમાં પીએમ મોદી એકમાત્ર ભારતીય રાજકીય નેતા છે.

આ યાદીમાં અન્ય ભારતીય લોકોમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, અભિનેતા આયુષ્માન ખુરાના, એચઆઈવી પર શોધ કરનાર રવિંદર ગુપ્તા અને શાહીનબાગને ઘેરવામાં સમાવિષ્ટ બિલ્કિસનો પણ સમાવેશ થયો છે. પીએમ મોદી ઉપરાંત આ લિસ્ટમાં શી જિનપિંગ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હેરિસ, જો બાઈડન, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ સહિત દુનિયાભરના અનેક નેતાઓનો સમાવેશ કરાયો છે.

એમ ટીવીના રોડિઝ શોના સ્પર્ધકથી પોતાની જર્ની શરૂ કરનારા આયુષ્માન ખુરાના અત્યારના સફળતમ અભિનેતાઓમાં સ્થાન ધરાવે છે. તે બોલિવૂડનું હિટ મશીન ગણાય છે. કારણે તેઓ એક પછી એક હિટ ફિલ્મોની લાઈન લગાવી રહ્યા છે. આ સફળતાના મુગટમાં હવે એક વધુ પીંછું ઉમેરાયુ છે. આયુષ્માન ખુરાનાને આ વર્ષે ટાઈમ મેગેઝિનના 100 Most Influential List માં સામેલ કરવામાં આવ્યા છે.

 109 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર