મન કી બાતમાં મોદીએ કહ્યું- ચૂંટણી દરમિયાન તમારી સાથે વાત ન કરી શક્યો તેનો અફસોસ છે

વડાપ્રધાન મોદીએ NDA સત્તામાં ફરી આવ્યાં બાદ રવિવારે પહેલી વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી. મોદીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન તમારી સાથે વાત ન કરી શક્યો તેનો અફસોસ છે. મેં આ કાર્યક્રમને બહુ જ યાદ કર્યો. મન થયું કે ચૂંટણી પૂર્ણ થઈને તાત્કાલિક તમારી સાથે વાત કરું, પરંતુ પછી વિચાર્યુ કે આ કાર્યક્રમના રવિવારના ક્રમને જ યથાવત રાખું.

પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન 24 ફેબ્રુઆરીએ અંતિમ કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાઓને ધ્યાને લઈ તેને થોડા સમય માટે રોકવામાં આવી રહ્યો છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની જનતા તેમને ફરી સત્તામાં પહોંચાડશે અને તેઓ ફરી મેના અંતિમ રવિવારે ‘મન કી બાત’ કરશે.

મન કી બાતના મુખ્ય અંશ….

  • અનેક લોકોએ મને ચૂંટણીમાં ધમાલમાં હું કેદારનાથ કેમ જતો રહ્યો, અનેક સવાલો પૂછ્યાં, તમારો હક છે, તમારી જિજ્ઞાસા હું સમજી શકું છું.
  • મન કી બાતમાં પત્રો અને સંદેશાઓ ખુબ આવે છે પરંતુ ફરિયાદો બહુ ઓછી આવે છે. દેશના કરોડો લોકોની ભાવનાઓ કેટલી ઊંચી છે તેનો અંદાજો એ વાતથી ખબર પડે છે કે દેશના વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ પણ લોકો પોતાના માટે કશું માગતા નથી.
  • મન કી બાત કાર્યક્રમમાં જીવંતતા હતી, પોતાનાપણું હતું, મનનો લગાવ હતો, મનથી જોડાણ હતું અને આ જ કારણે વચ્ચેનો જે સમય ગયો, તે સમય ખુબ કપરો લાગ્યો-મોદી
  • જ્યારે મન કી બાત કરું છું ત્યારે બોલનાર હું છું, શબ્દ કદાચ મારા છે, અવાજ મારો છે, પરંતુ કથા તમારી છે, પુરુષાર્થ તમારો છે, પરાક્રમ તમારું છે- મોદી.
  • મન કી બાત દેશની જનતા માટે એક અરીસા જેવો છે.
  • પીએમ મોદીએ કહ્યું- જ્યારે મન કી બાતનો કાર્યક્રમ નહતો થતો તો રવિવારે એવું લાગતું હતું કે કઈંક છૂટી ગયું છે.
  • અનેક લોકોના પત્રો આવ્યાં હતાં કે જેમાં લોકોએ કહ્યું કે મન કી બાતને તેઓ મિસ કરી રહ્યાં છે.

ભાજપના નેતૃત્વવાળી એનડીએની લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત થઈ અને પ્રચંડ બહુમત સાથે પીએમ મોદી સત્તામાં પાછા ફર્યાં. પીએમ મોદીએ 30મી મેના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતાં. કહેવાય છે કે વડાપ્રધાન મોદી આજે આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવી શકે છે.

“અનેક સંદેશાઓ ગત મહિને આવ્યાં, જેમાં લોકોએ કહ્યું કે તેઓ મન કી બાતને યાદ કરી રહ્યાં છે. જ્યારે હું વાંચુ છું, સાંભળું છું મને સારું લાગે છે. હું આત્મીયતા અનુભવું છું. મને ઘણાં લોકોએ પૂછ્યું કે તમે કેદારનાથ કેમ જતા રહ્યાં હતા? ચૂંટણીની વ્યસ્તતામાં હું જતો રહ્યો હતો.

અનેક લોકોએ તેના રાજકીય અર્થ કાઢ્યા. પરંતુ હું ત્યારે મારી જાતને મળવા ગયો હતો. મન કી બાતના કારણે જે ખાલીપણું હતું તેને કેદારનાથની ખાલી ગુફાએ ભરવાની તક આપી.”

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી