Yoga Day પર PM મોદીને મળી શાનદાર ભેટ, બન્યા સૌથી શક્તિશાળી વ્યક્તિ

ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાએ સૈથી શક્તિશાળી વ્યક્તિ ગણાવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીને બ્રિટિશ હેરાલ્ડના એક પોલમાં રિડર્સે 2019ના દુનિયાના સૌથી તાકતવર શખ્સ તરીકે પસંદ કર્યા છે.

અન્ય મહાન નેતાઓ વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગનો પણ આ પોલમાં સમાવેશ થયો હતો. પરંતુ PM મોદીએ આ બધાને પછાડીને નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નોમિનેશન લિસ્ટમાં દુનિયાના 25થી વધારે પાવરફૂલ શખ્સોને સામેલ કરાયા હતા. અને જજ કરનાર પેનલ એક્સપર્ટ્સે સૌથી તાકતવર શખ્સ માટે 4 ઉમેદવારોના નામ સામે રાખ્યા હતા.

જણાય છે કે, દુનિયાનાં સૌથી શક્તિમાન વ્યક્તિની પસંદગી માટે ફક્ત વોટિંગની પ્રક્રિયાનો ઉપયોગ નહોતો થયો. બ્રિટિશ હેરાલ્ડે રીડર્સનો વોટ લેવા માટે વન ટાઇમ પાસવર્ડ આપ્યો હતો. તેનો ઉદ્દેશ હતો કે કોઇ વ્યક્તિ એકથી વધુ વખત કોઇપણ નેતાને વોટ ન કરી શકે. આશ્ચર્યની વાત એ છે કે, વોટિંગ દરમિયાન સાઇટ ક્રેશ થઇ ગઇ. કારણ કે વોટ કરવા માટે વધુમાં વધુ લોકો આવ્યા હતાં.

શનિવારે વોટિંગ પૂર્ણ થયા બાદ પીએમ મોદીને પોલમાં સૌથી વધારે 30.9 ટકા મત મળ્યા હતા. તે પોતાના પ્રતિસ્પર્ધી વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગથી બહુ આગળ હતા. આ પોલમાં મોદી બાદ બીજા નંબરે સૌથી તાકતવર શખ્સ તરીકે રશિયાના વ્લાદિમીર પુતિન રહ્યા હતા. જેમને 29.9 વોટ મળ્યા હતા. તો 21.9 વોટ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી તાકતવર શખ્સ મનાયા હતા. તે બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ચોથો નંબર આવ્યો હતો. લોકોએ તેમને 18.1 ટકા મત આપ્યા હતા.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર