મોદી સરકારના મંત્રીમંડળની આજે પહેલી બેઠક, જાણો શેના વિશે કરાશે ચર્ચા

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક  જીત મેળવી છે, બીજીવાર સરકાર બન્યા બાદ આજે મોદી સરકારના મંત્રીમંડળની પહેલી બેઠક મળશે. આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત મંત્રીમંડળ ઉપસ્થિત રહેશે, તેમજ વડાપ્રધાન પોતાના મંત્રીઓને મેનીફેસ્ટોમાં કરવામાં આવેલા વાયદાઓને પૂરાં કરવાનું કહેશે. તેમજ મોદી મંત્રીઓને 100 દિવસના એકશન પ્લાન અંગે પણ વાત કરશે, મોદી સરકાર પૂરી રીતે એકશનમાં જોવા મળી રહી છે.

ઉપરાંત જૂનિયર મંત્રીઓ માટે સીનિયર મંત્રીઓને જવાબદારી સોંપવાનું પણ કહેવામાં આવશે. શક્યતા એ પણ છે કે કેબિનેટ ટ્રીપલ તલાક બિલ લાવી શકે છે. આ બિલ લોકસભામાંથી પાસ થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં અટકી પડ્યું છે. જો કે 16મી લોકસભાના વિઘટનની સાથે આ બિલ પૂર્ણ થી ગયું. હવે સરકાર નક્કી કરશે કે 17મી લોકસભામાં આ નવા બિલનું શું થશે. આજે સાંજે 4 વાગ્યે કેબિનેટની મીટિંગ છે. મંત્રીઓની બેઠક સાંજે 5 વાગ્યે મળશે.

 10 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર