PM નરેંદ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં લેશે ગુજરાતની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ગુજરાત આવશે. અહીં તેઓ વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં સંબોધશે. વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં યોજાઈ શકે છે.

ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સીટી ખાતે આ વાર્ષિક કોંફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પીએમ મોદી, વિદેશમંત્રી ડો એસ જયશંકર સંબોધન કરશે. જ્યારે તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

આ ઉપરાંત ઓક્ટોબરમાં પણ પણ પ્રધાનમંત્રી ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે. 31 ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોનીમાં દેશના પ્રોબેશનર આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારીઓની બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી હાજર રહેશે.

પીએમ મોદી સપ્ટેમ્બર મહિના યુએસ પ્રવાસે પણ જઈ રહ્યા છે ત્યારે તેમના આયોજન અનુસાર આ બે દિવસીય કોંફરન્સની તારીખો નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે એપ્રિલ કે મે મહિનામાં વિદેશ મંત્રાલયની આ વાર્ષિક કોંફરન્સ યોજાતી હોય છે પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીના કારણે આ કોંફરન્સ હવે સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ રહી છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી