દેશની સુરક્ષા મુદ્દે PM મોદીએ આજે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

બેઠકમાં અમિત શાહ અને રાજનાથ સિંહ રહેશે હાજર

દેશમાં ડ્રોન દ્વારા થયેલા આંતકી અટેકને પગલે ભારત સરકાર હવે દરેક હલચલ પર સક્રિય થઈ ગયુ છે. બીજી તરફ સંયુકત રાષ્ટ્ર(UN)ની ઉચ્ચસ્તરીય કોન્ફરન્સમાં પણ આ મામલો ચગ્યો હતો જેને પગલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે બેઠક યોજી આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સાંજે લગભગ ચાર વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે જોકે, આ બેઠક અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેમજ આ બેઠકનો મુખ્ય એજન્ડા શું છે એ હજી સુધી અહેવાલ મળ્યા નથી પણ માનવામાં આવે છે કે જમ્મુ કાશ્મીરમાં ડ્રોનને લઈ થયેલા હુમલાની ચર્ચા કરવામાં આવી શકે છે. જમ્મુ કાશ્મીરના એરફોર્સ બેઝ પર થયેલા હુમલા બાદ હવે બધી જ સુરક્ષા સંસ્થાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. સંરક્ષણ મંત્રી લદ્દાખની ત્રણ દિવસની યાત્રા સમાપ્ત કરીને આવ્યા ત્યારે જ આ હુમલો થયો હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં શનિવારે- રવિવારે રાત્રે એરબેઝ પર થયેલા ડ્રોન હુમલાનીની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી છે. આ એટેકમાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા વિસ્ફોટક અંદર મોકલવામાં આવ્યા હતા. જેના કારણે બે નાના ધમાકા થયા હતા.

 68 ,  1