September 24, 2020
September 24, 2020

અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ 103 કરોડ રૂપિયાનું કર્યું દાન..!

CM અને PM તરીકે પોતાને મળેલી ભેટોની હરાજીમાંથી મળેલા નાણાં મોદીએ દાન કર્યા

કોરોના સામેની લડાઇ માટે બનેલા પીએમ કેયર્સ ફંડમાંથી પીએમ મોદીએ 103 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. પીએમ કેયર્સ ફંડને લઇ ઉઠેલા સવાલો બાદ આ માહિતી સરકાર તરફથી આપવામાં આવી છે.

કોરોનાની મહામારીના પગલે શરૂ કરવામાં આવેલી પીએમ કેર ફંડના હિસાબો આપવાની માંગ સાથે વિપક્ષી પાર્ટીઓ અવાર-નવાર મોદી સરકાર પર નિશાન સાધતી રહે છે. આજે ફરી એક વખત સોશ્યલ મીડિયા પર પીએમ કેર ફંડની ચર્ચા થઈ રહી છે. કારણ કે એવો ખુલાસો થયો છે કે, આ ફંડમાં સૌથી પહેલું ડોનેશન પીએમ મોદીએ આપ્યું હતું. પીએમ મોદીએ પોતાના પગારમાંથી 2.25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું તેવો ઉલ્લેખ આ ફંડના ઓડિટમાં કરાયો છે.

ફંડના ઓડિટેડ એકાઉન્ટમાં પ્રથમ દાન 2.25 લાખ રૂપિયાનું બતાવવામાં આવ્યું છે. આ દાન આપનારનું નામ નથી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે પીએમ કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું હતું ત્યારે પીએમ મોદીએ સવા બે લાખ રૂપિયા દાન આપીને તેની શરૂઆત કરી હતી. પીએમ મોદીની અપીલના કારણે 31 માર્ચ 2020 સુધી પીએમ કેયર્સ ફંડમાં 31 અબજ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. દેશભરમાં વેન્ટિલેટરથી લઈને કોવિડ હોસ્પિટલ નિર્માણમાં પૈસા આપવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે.

દાન આપવાના મામલે પીએમ મોદીનો જૂનો ઇતિહાસ છે. એક એવી પરંપરા તેમણે શરૂ કરી છે જે અંતર્ગત તે જનહિત માટે પોતાના પૈસા દાન કરતા રહ્યા છે. આ જનહિતનું કામ બાળકીઓની શિક્ષા, નમામી ગંગેથી લઈને શોષિત અને વંચિત સમાજ માટે દાન સાથે જોડાયેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા આ કામ શરૂ કરવાથી લઈને અત્યાર સુધી પીએમ મોદી પોતાની બચતથી 103 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે.

2019માં પીએમ મોદીએ પોતાના વ્યક્તિગત બચતથી 21 લાખ રૂપિયા કુંભ મેળામાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે બનાવેલા ફંડમાં દાન કર્યા હતા. જ્યારે સિયોલ શાંતિ પુરુસ્કાર મળ્યો તો ત્યાં મળેલા 1.3 કરોડ રૂપિયા નમામી ગંગે કાર્યક્રમ માટે દાન કર્યા હતા. આ સિવાય પીએમ તરીકે તેમને મળેલા બધા મોમેન્ટોની હરાજી કરી 3.40 કરોડ રૂપિયા જમા થયા હતા. જે નમામી ગંગે ફંડમાં દાન કર્યા હતા.

પીએમ મોદીને મળેલા ભેટની હરાજી 2015માં સુરતમાં થઈ હતી. જેમાં 8.35 કરોડ રૂપિયા જમા થયા હતા. જે પણ નમામી ગંગેમાં દાન દીધા હતા.

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર