PM મોદી : 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ

દેશની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર પરત ફરી રહી છે : વડાપ્રધાન

કોરોના મહામારી વચ્ચે વડા પ્રધાન મોદીએ પ્રથમ વખત એક અખબારમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને લઇ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રોગચાળામાંથી ઝડપથી સુધરેલા વિશ્વના સંદર્ભમાં ન્યુ ભારતની દ્રષ્ટિની પણ વ્યાખ્યા આપી હતી. તેમણે કહ્યું કે ‘લોકડાઉન’ જેવી રણનીતિઓ ઘડવામાં આવી છે જેનાથી ઘણા લોકોના જીવ બચાવવામાં મદદ મળી છે.

વડાપ્રધાને કહ્યું કે તેઓ હજુ પણ 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. ધ ‘ઇકોનીમિક ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે. જોકે સુધારવાદી પગલા દુનિયાને સંકેત છે કે નવું ભારત બજારની તાકાતો પર ભરોસો કરે છે. તે રોકાણનું સૌથી મનપસંદ ડેસ્ટીનેશન બનશે. વડાપ્રધાને આ ઇન્ટરવ્યૂમાં ઇકોનીમી, કોવિડ-19, રોકાણ, સુધાર જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી. કોવિડ મહામારી બાદ ઝડપથી બદલાતી દુનિયામાં ‘નવા ભારત’ની શું ભૂમિકા હશે તે અંગે પણ તેમણે વાત કરી.

રસીના સવાલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “હું દેશને ખાતરી આપવા માંગુ છું કે દેશમાં રસી ઉપલબ્ધ થતાં જ દરેકને રસી આપવામાં આવશે.” કોઈને છોડશે નહીં ‘.

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ પીએમ મોદીનો આ પહેલો ઇન્ટરવ્યૂ છે. વડાપ્રધાને મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂક્યો. ચીનનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યૂફેક્ચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોની નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાસલ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોરોનાના મામલામાં ભલે ઘટાડો આવ્યો હતો પરંતુ આપણે તેનાથી ઉજવણી કરવાની જરૂર નથી કારણ કે આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા સંકલ્પ, આપણા વ્યવહારમાં ફેરફાર લાવીશું અને સિસ્ટમને મજબૂત કરીશું. કૃષિ કાયદા પર પીએમ મોદીએ કહ્યું કે વિશેષજ્ઞ લાંબા સમયથી આ સુધારોની વકાલત કરી રહ્યા છે. ત્યાં સુધી કે રાજકીય પાર્ટીઓ પણ આ સુધારોના નામ પર વોટ માંગતા રહ્યા છે. તમામની ઈચ્છા હતી કે આ સુધાર થાય. મુદ્દો એ છે કે વિપક્ષી પાર્ટી એવું નથી ઈચ્છતી કે અમને તેનો શ્રેય મળે. અમે ક્રેડિટ પણ નથી ઈચ્છતા.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર