PM મોદીએ ગુજરાતને આપી કરોડોની ભેટ

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન સહીત અનેક વિકાસલક્ષી કાર્યોનું કર્યુ લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું છે. PM મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી.

આ પ્રસંગે દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, રાજ્યના ચીફ સેકેટરી અનિલ મુકિમ તેમજ દર્શનાબેન જરદોશ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં.

આ પ્રસંગે PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, ભારતના વિકાસમાં એક મહત્વની કડી જોડાઈ છે. ગાંધીનગર અને અમદાવાદના વિકાસના કામો જે થયા તેનું આજે લોકપર્ણ કરાયું છે તે જોવાની ઉત્સુકતા મને વધી છે. હું યોગ્ય સમય લઈને લોકાર્પણ કરેલા કામો જોવા આવીશ. અમદાવાદની સાબરમતીની પહેલાં શું હાલત હતી એ મને ખબર છે પરંતુ હવે સી પ્લેન, વોકિંગ એરિયા, શુદ્ધ પાણી, રમતગમત સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે.

71 કરોડના ખર્ચે અપગ્રેડ થયેલ ગાંધીનગરના નવા રેલવે સ્ટેશનમાં ટિકિટ બુકિંગ કાઉંટર, રેંપ, લિફ્ટ, પાર્કિંગની સુવિધા સિવાય દિવ્યાંગો માટે અનુકુળ સ્ટેશન બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.તેમજ રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટની સુવિધાઓ આપવામાં આવી છે.

મહેસાણા-વેરઠા ગેજ મીટરગેજ ટ્રેક બ્રોડગેજમાં ફેરવાયો છે. 293 કરોડના ખર્ચે 55 કિલોમીટરના મહેસાણા વેરઠાને બ્રોડગેજમાં ફેરવવામાં આવ્યો છે. જેમાં કુલ દસ સ્ટેશન વિસનગર, વડનગર, ખેરાલુ અને વેરઠા એમ ચાર નવા રેલવે સ્ટેશનની ઈમારત પણ બનાવવામાં આવી છે. આ સેક્શન પર એક પ્રમુખ સ્ટેશન વડનગર છે. જ્યાં વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિકસિત કરાયા છે.

 45 ,  1