‘લાલ ટોપીવાલે યુપી કે લિયે લાલબત્તી કે સમાન હૈ…’

યોગી બાદ હવે મોદીએ પણ સપા પર કર્યા તિખા પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગોરખપુર પહોંચ્યા હતા. પીએમ મોદીએ ગોરખપુરમાં એઈમ્સ, ખાતર ના કારખેજનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સપા પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, લાલ ટોપી પહેરનારાઓએ સરકાર બનાવવી છે , તેમને યુપીમાં કૌભાંડો માટે સરકારની જરૂર છે. લાલ ટોપીનો અર્થ ફક્ત શક્તિ અને લાલ પ્રકાશ થાય છે. આ લોકો યુપી માટે રેડ એલર્ટ છે.

વડાપ્રધાન મોદીએ ગોરખપુરમાં સંબોધન કરતાં કહ્યું હતું કે હું ધર્મ, આધ્યાત્મ અને ક્રાંતિની નગરી ગોરખપુરના લોકોને નમન કરું છું. તમે બધા ફર્ટિલાઇઝર ફેકટરી અને AIIMS માટે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા, આજે તે સમય આવી ગયો છે. વડાપ્રધાને સંબોધન કરતાં બધાને અભિનંદન આપ્યા હતા.વડાપ્રધાન મોદીએ સ્થાનિક ભોજપુરી ભાષામાં સબોધનની શરૂઆત કરી હતી.

મોદીએ સપા સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે લાલ ટોપી પહેરનારા લોકોને સરકાર બનાવવી છે. મોદીએ કહ્યું કે આ લાલ ટોપીવાળા UP માટે રેડ અલર્ટ છે. આતંકવાદીઓ પ્રત્યે દયા બતાવવા માટે તેમને સરકાર બનાવવી છે. મોદીએ કહ્યું કે લાલ ટોપી વાળાઓને UPમાં ગોટાળાઓ કરવા માટે સરકાર બનાવવી છે. આ લાલ ટોપીવાળા લોકોને માત્ર સત્તા અને લાલ લાઇટ સાથે જ મતલબ છે. મોદીએ કહ્યું લાલ ટોપીવાળા લોકોને ગોટાળા કરવા માટે, પોતાની તિજોરી ભરવા માટે, ગેરકાયદે કબ્જો જમાવવા માટે, માફિયાઓને ખુલ્લી છૂટ આપવા માટે સત્તા જોઈએ છીએ.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી