ગુજરાત: જુનાગઢ મનપાની ચૂંટણીમાં BJPની જીત પર PM મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છા

જુનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પક્ષનો અભૂતપૂર્વ વિજય થયો છે.

ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસને માંડ એક બેઠક મળી છે. આમ કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છે.વોર્ડ નં.4માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળી હતી. તેમજ વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી.

વડાપ્રધાન મોદીએ ગુજરાતીમાં ટ્વીટર કરી અને પ્રજાનો આભાર માન્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતની જીતને વધાવતા શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે રાજ્યની જનતા ઉપરાંત સીએમ રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘ગુજરાતમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય જિલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચૂંટણીમાં પ્રજાએ સર્વત્ર ભાજપના ઉમેદવારો પર પોતાના આશીર્વાદ વર્ષાવ્યા છે. ગુજરાતની જનતાએ હંમેશા “વિકાસની રાજનીતિ” માં ભરોંસો મુક્યો છે. સૌને ખુબ ખુબ અભિનંદન અને આભાર..!!’

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી