કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને PM મોદીએ ગણાવ્યું ‘ઢકોસલાપત્ર’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણીપંચને છળકપટ પત્ર વાળું ગણાવ્યું હતું. પીએમએ કહ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય વાયદાઓ પૂરા નથી કર્યા. એકબાજુ ઇરાદાવાળી સરકાર તો બીજીબાજુ જુઠ્ઠા વચનો આપતી નામદાર છે. તેમના ઘોષણાપત્ર પણ જુઠ્ઠાણાથી ભરેલા હોય છે, તેને ઘોષણાપત્ર નહીં ઢકોસલા પત્ર કહેવું જોઇએ.

સાથે જ વડાપ્રધાને પોતાની સરકારની સરાહના કરતા કહ્યું હતું કે, અમે પાંચ વર્ષ દરમિયાન અનેક વિકાસના કામ કર્યા, પરંતુ અમારે હજુ પણ કામ કરવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી સંકલ્પ અને ષડયંત્ર, ભ્રષ્ટાચાર અને ભરોસાની વચ્ચેની ચૂંટણી છે. તમારી પરંપરા, પરિધાનનું સમ્માન કરનારાઓ અને અપમાન કરનારાઓની વચ્ચે આ ચૂંટણી થવી જોઇએ.

 43 ,  3