વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પાંચ દિવસીય પ્રવાસે છે. પ્રથમ દિવસે ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન લાવવું જોઇએ અને ક્ષેત્રમાં કોઇ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ ન કરવો જોઇએ કે હિંસા ભડકાવવી ન જોઇએ. મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે ફ્રાન્સને અવગત કરાવ્યું છે. ફ્રાન્સ આગામી મહિને ભારતને 36 રાફેલ ફાઇટર વિમાનમાંથી પ્રથમ વિમાન આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રતા કોઇ સ્વાર્થ પર નથી ટકી પરંતુ સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાના નક્કર સિદ્ધાંતો પર આધારિત છે. બંને દેશ સતત આતંકવાદનો સામનો કરી રહ્યા છે. અમારો ઇરાદો આતંકવાદ વિરૂદ્ધ સહયોગને વ્યાપક બનાવવાનો છે.
43 , 1