PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન

હજારો વર્ષની પ્રતિક્ષાનો આવ્યો અંત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ માટે આવી રહેલા પીએમ મોદીના સ્વાગત માટે બનારસની કળા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવનારી વિશાળ વોલ પેન્ટિંગ બનાવવામાં આવી છે અને કાશી વિશ્વનાથ મંદિર સ્થળની આજુબાજુ અનેક ઈમારતોને રોશન કરાઈ છે. PM મોદીએ 2014ની ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટથી નામાંકન કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે મા ગંગાએ બોલાવ્યો છે. મા ગંગા અને કાશી સંલગ્ન સૌથી મોટું વચન પીએમ મોદીએ આજે પૂરું કર્યું અને કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું.

ભારતની પ્રાચિનતાનું પ્રતિક- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધાનું આ સમગ્ર પરિસર એક ભવન ભર નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશે.

કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન
પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. હજારો વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે બાબા વિશ્વનાથના ચરણોમાં શીશ નમાવું છું. હમણા જ હું બાબા સાથે નગર કોટવાલ કાળ ભૈરવજીના પણ દર્શન કરીને આવું છું. કાશીમાં કઈ પણ નવું થાય તો સૌથી પહોલા તેમને પૂછવું જરૂરી છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી