વડાપ્રધાને સાંસદો માટે બહુમાળી ફ્લેટોનું કર્યુ ઉદ્ઘાટન, મળશે તમામ સુવિધાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજધાની દિલ્હીમાં સાંસદો માટે બનાવવામાં આવેલા નવા આવાસનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે અનેક ઈમારતનું નિર્માણ આ સરકારના સમયે શરૂ થયુ અને નિર્ધારિત સમય પહેલા પૂરું થયું. અત્રે જણાવવાનું કે ભગવાન દાસ માર્ગ પર ગંગા જમુના સરસ્વતીના નામથી ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે. જેમાં સાંસદો માટે 76 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં જનપ્રતિનિધિઓ માટે આવાસની નવી સુવિધા માટે તમને બધાને શુભેચ્છા. આજે આપણા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીનો જન્મ દિવસ પણ છે. તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે અનેક ઈમારતોનું નિર્માણ આ સરકારના સમયે શરૂ થયું અને નિર્ધારિત સમય પહેલા પૂરું પણ થયું. 

તેમણે વધુમાં કહ્યું કે અટલજીના સમયમાં જે આંબેડકર નેશનલ મેમોરિયલની ચર્ચા શરૂ થઈ હતી, તેનું નિર્માણ આ સરકારમાં થયું. 23 વર્ષોના લાંબા ઈન્તેજાર બાદ ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું નિર્માણ આ સરકારમાં થયું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં હજારો પોલીસકર્મીઓએ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોતનું જીવન આપ્યું છે. તેમની યાદમાં પણ નેશનલ પોલીસ મેમોરિયલનું નિર્માણ આ સરકારમાં થયું. 

માહિતી અનુસાર, બીડી માર્ગ પર ગંગા યમુના સરસ્વતીના નામે ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 76 ફ્લેટ છે. આ ફ્લેટોના નિર્માણ માટે, 80 વર્ષથી વધુ જૂના 8 બંગલાઓનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. તેની કિંમત 213 કરોડ છે. કોવિડ -19 ની અસર હોવા છતાં, આ ફ્લેટનું નિર્માણ 14 ટકાની બચત સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે.

સાંસદોને ફ્લેટમાં આ સુવિધા મળશે

સાંસદોના આ ફ્લેટ 4 BHK છે. ફ્લેટમાં સાંસદો માટે એક અલગ ઓફિસ પણ બનાવવામાં આવી છે. આ ફ્લેટમાં બે બાલ્કનીઓ, ચાર વોશરૂમ અને એક અલગ પૂજા ઘર છે. મોડ્યુલર રસોડું પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બે સ્ટાફ માટે અલગ સ્ટાફ કવાર્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટમાં પર્યાવરણીય સંરક્ષણ સંબંધિત તમામ નવી તકનીકીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ફ્લાય એશ (પાવર પ્લાન્ટમાંથી રાખ) અને બાંધકામ સ્થળે ડિકોમિશનિંગથી બનાવેલી ઇંટો, એનર્જીની કાર્યક્ષમતા વધારવા માટે થર્મલ ઇન્સ્યુલેશનને લગતી ડબલ ગ્લાઝ્ડ વિંડોઝ, વીજ વપરાશ ઘટાડવા માટે એલઇડી લાઇટ ફીટીંગ્સ, પ્રકાશનો સમાવેશ થાય છે. 

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર