PM મોદીએ લોન્ચ કર્યો ‘ગતિ શક્તિ માસ્ટર પ્લાન’

100 લાખ કરોડ…. 16 શક્તિઓ એકસાથે… પ્રગતિનો ખોલશે રસ્તો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન લોન્ચ કર્યો છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 16 મંત્રાલયોના વિભાગને એક પ્લેટફોર્મ પર લાવશે. જેના દ્વારા કેન્દ્ર સરકાર મોટી યોજનાએ અમલમાં મુકી શકશે. પરિણામે તેના કારણે દેશના વિકાસની ગતિ પણ આગળ વધશે.

ગતિ શક્તિ યોજના અંતર્ગત વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે. જે સાઈટ પર કેન્દ્ર સરકાર 2024 થી 2025 સુધીની બધી યોજનાઓની જાણકારી મુકશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દરેક યોજનાની તારીખ તેના ફાયદા નુકશાન તે બધીજ વસ્તુઓને સાઈટ પર મુકવામાં આવશે.

આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 16 મંત્રાલયો અને વિભાગોના એક પ્લેટફાર્મ પર લાવવામાં આવશે. જેના માધ્યમથી કેન્દ્ર સરકાર તમામ મોટી યોજનાઓ માટે તમામ વિભાગોમાં સમન્વય સ્થાપિત થઈ શકશે. દેશની પ્રગતિની રાહમાં આ યોજનાની બહું મહત્વની ભૂમિકા મનાઈ રહી છે. પીએમના જણાવ્યાનુંસાર ગતિ શક્તિ પરિયોજના વિભાગીય અડચણોને ખતમ કરવી દેશે અને પ્રમુખ માળખાગત ઢાંચાની પરિયોજનાઓમાં હિતધારકો માટે સમગ્ર યોજનાઓ સંસ્થાગત રુપ આપશે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી