ભારતનું ગૌરવ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને મળ્યા પીએમ મોદી

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સ્વદેશ ફરેલી બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પીવી સિંધુને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતવા બદલ અને દેશનું નામ રોશન કરવા બદલ સિંધુને અભિનંદન પાઠવ્યા હતાં. તેમજ ગોલ્ડ મેડલ પહેરાવીને ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શિવાદ આપ્યા હતાં.

પીએમ મોદીએ ટ્વિટર ઉપર આ મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી. તેમણે લખ્યું કે સિંધુ ભારતનું ગૌરવ છે અને એક ચેમ્પિયન છે. જેમણે ઘરમાં એક સ્વર્ણ પદક અને બેશુમાર સન્માન મેળવ્યું. પીવી સિંધુને મળીને ખુશી થઇ. આ મુલાકાત દરમિયાન સિંધુના કોચ પુલેલા ગોપીચંદ અને મિસ કિમ પણ સાથે હતી.

આ પહેલા પીવી સિંધુ તેના કોચ ગોપીચંદ સહિત અન્ય લોકોએ રમત ગમત પ્રધાન કિરેન રિજિજુ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન રમત ગમત મંત્રાલય તરફથી પીવી સિંધુને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ખેલ પ્રધાન કિરેન રિજિજુએ પીવી સિંધુને રૂપિયા 10 લાખનો ચેક સુપ્રત કર્યો હતો. સિંધુએ બીડબલ્યૂએફ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ-2019ના ફાઇનલમાં દુનિયાની ચોથા નંબરની ખેલાડી જાપાનની નોજોમી ઓકુહારાને હાર આપી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી