શેરબજારના બિગ બુલ મળ્યા PM મોદીને

રાકેશ ઝુનઝુનવાલા દેશ માટે બુલિશ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલા સાથે મુલાકાત કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ મુલાકાત દરમિયાન દેશના દિગ્ગજ રોકાણકારોમાં એક ગણાતા રાકેશનું શર્ટ ખૂબ જ કરચલીવાળું જોવા મળ્યું છે અને તે ઉપરાંત તેઓ ખૂબ વિશ્વાસથી મોદી સાથે ઉભેલા દેખાય છે. તેમનો પરિવાર લગભગ 22,300 કરોડની સંપત્તિનો માલિક છે.

આ મુલાકાત પછી વડપ્રધાને ટ્વિટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા અને કહ્યું કે મળીને ખુબ જ ખુશી થઈ. જોકે આ મુલાકાત સમયનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે.

આ તસવીર વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ સાબીત કરી દીધું છે કે, વ્યક્તિની ઓળખ કપડાંથી નથી થતી અને દુનિયાના કોઈ પણ તાકાતવર વ્યક્તિને મળવા માટે આત્મવિશ્વાસ માટે કપડાંનું મહત્વ નથી હોતું. જોકે સાચી વાત તો એ છે કે, જો તમારી પાસે હજારો કરોડોની નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી