કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટા સિંહનું નિધન, PM મોદીએ શોક વ્યકત કર્યો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા બૂટા સિંહનું શનિવારે 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓ રાજીવ ગાંધીની ખૂબ નજીકના માનવામાં આવતા હતા. કેન્દ્રમાં કોંગ્રેસની જુદી જુદી સરકાર દરમિયાન તેમને ગૃહ મંત્રી, કૃષિ મંત્રી, રેલવે મંત્રી સહિત ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. તેઓ બિહારના પૂર્વ રાજ્યપાલ પણ હતા. બુટા સિંહ રાજસ્થાનના કોંગ્રેસના સાંસદ પણ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યકત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, બૂટા સિંહજી એક અનુભવી પ્રશાસક હતા. ગરીબોના કલ્યાણ માટે તેમણે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકો સાથે મારી સંવેદનાઓ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દિગ્ગજ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

નેહરુ-ગાંધી પરિવારના વિશ્વાસું રહી ચૂકેલા બૂટાએ ગૃહ, કૃષિ, રેલવે, સ્પોર્ટ્સમંત્રી અને અન્ય કાર્યભાર ઉપરાંત બિહારના રાજ્યપાલ અને રાષ્ટ્રીય અનૂસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ વિભાગોનો કાર્યભાર સંભાળ્યો. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે.

1977માં જનતા પાર્ટીની લહેરના કારણે કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી. ત્યારપછી પાર્ટી વિભાજીત પણ થઈ ગઈ હતી. ત્યારે બૂટા સિંહે ઈન્દીરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસના એકમાત્ર રાષ્ટ્રીય મહાસચિવના રૂપમાં તનતોડ મહેનત પછી પાર્ટીને 1980માં ફરી સત્તામાં લાવવા માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી.

બૂટાના પરિવારમાં પત્ની, બે દીકરા અને દીકરી છે. 21 માર્ચ, 1934ના રોજ પંજાબના જાલંધરના મુસ્તફાપુર ગામમાં જન્મેલા બૂટા 8 વખત લોકસભા માટે ચૂંટાયા.

 66 ,  1