પુલવામા પર છલકાયું વડાપ્રધાનનું દર્દ, ચીન-પાકિસ્તાનને આપી ચેતવણી

વડાપ્રધાન : દેશ પુલવામા હુમલો ક્યારેય ભુલી નહીં શકે, વિરોધીઓ બેનકાબ થયા

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લીધો હતા. પરેડ બાદ પીએમ મોદીએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં પુલવામા હુમલાને લઇ વિપક્ષોને આડે હાથ લીધા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં કેટલાક લોકોએ સ્વાર્થ અને અહંકાર માટે ગંદી રાજનીતિ કરી. પરંતુ આપણા પાડોશી દેશની સાંસદમાં જે વાત સ્વિકાર કરવામાં આવી જેનાથી કેટલાક લોકો બેચેન થયા.

મોદીએ જણાવ્યું હતું કે, પોતાના સ્વાર્થ માટે દેશના જવાનોનું મનોબળ તોડવામાં આવે છે. આપણા માટે દેશહિત સર્વોચ્ચ હોવુ જોઈએ. પરંતુ કેટલાક લોકો દ્વારા માત્ર રાજનીતિ કરવામાં આવી.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશના સૈનિકો શહીદ થયા ત્યારે પણ કેટલાક લોકો રાજકારણ કરી રહ્યા હતા. દેશ આવા લોકોને ભૂલી શકશે નથી. તે સમયે તેમની અભદ્ર વાતો સાંભળીને તમામ આરોપોનો હું સામનો કરતો રહ્યો. મારા હૃદય ઉપર એક ઘા છે. પરંતુ પાડોશી દેશમાંથી ભૂતકાળમાં જે રીતે સમાચાર આવ્યા છે, જેને તેઓ સ્વીકારે છે, અને આ વિરોધીઓનો ચહેરો ઉજાગર થયો છે. પીએમએ કહ્યું, “પાડોશી દેશની સંસદમાં જે રીતે સત્યને સ્વીકારવામાં આવ્યું છે, તે આ લોકોના વાસ્તવિક ચહેરાઓ દેશમાં લાવ્યું છે. પુલવામા હુમલા પછી આ લોકો તેમના રાજકીય સ્વાર્થ માટે કેટલી હદ સુધી જઈ શકે છે, પુલવામા પછીની રાજનીતિ તેનુ ઉત્તમ ઉદાહરણ છે.

હું આવા રાજકીય પક્ષોને વિનંતી કરીશ કે આપણા સુરક્ષા દળોના મનોબળ માટે, દેશની સુરક્ષાના હિતમાં આવી રાજનીતિ ન કરવી. તમારા સ્વાર્થ માટે, તમે દેશ-વિરોધી દળોના હાથમાં, જાણી જોઈને અથવા અજાણતાં રમીને દેશની કે તમારી પાર્ટીનું હિત કરી શકશો નહીં.

ચીન-પાકિસ્તાનને આપી ચેતવણી

વડાપ્રધાને આ પ્રસંગે નામ લીધા વગર ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ ચીનનું નામ લીધા વગર જણાવ્યું હતુ કે, આજે આપણો દેશ સરહદ પર વધારે મજબૂત થયો છે. દેશની નજર સરહદ મજબૂત થઈ છે. જે સરહદ પર નજર નાખે છે તેને ભારત જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

જમ્મુ-કાશ્મીરમાં વિકાસ

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કાશ્મીર વિકાસની રાહ પર આગળ વધી રહ્યુ છે. નોર્થઈસ્ટમાં શાંતિ સ્થાપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આપણે દેશ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું જોઈ રહ્યો છે.

કોરોના સામે આખો દેશ એકઠો થઈને લડ્યો

કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ 130 કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શક્તિને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓએ એક થયો છે.

પોલીસ જવાનોએ કોરોના કાળમાં ખુબ સારુ કામ કર્યુ છે

35 હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ ક્યારેય આ સ્વર્ણિમ પળને ક્યારેય નહીં ભૂલાવે. દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે

સરહદ પર માતઓએ પોતાના લાલ ગુમાવ્યા છે

સીમા પર પણ ભારતની નજર અને નજરીયા બદલાઇ ગયા છે. ભારતની ભૂમી પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે -કેટલાક દેશો આતંકવાદના સમર્થનમાં આગળ આવી ગયા છે, તે વિશ્વ અને શાંતિ માટે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. દરેક સરકારોને આતંકવા સામે એકજૂથ થવાની જરૂર છે.આતંકવાદ હિંસાથી ક્યારેય કોઇનું કલ્યાણ થઇ શકતુ નથી, ભારત ઘણા વર્ષોથી આતંકવાદથી પીડિત રહ્યું છે, ભારતે હજારો જવાનો ખોયા છે, માતઓએ પોતાના લાલ ગુમાવ્યા છે.ભારતે આતંકવાદને હંમશા પોતાની એકતા અને દ્રઢ્ઢ ઇચ્છા શક્તિથી મુકાબલો કર્યો છે અને હરાવ્યો છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર