PM મોદીએ CDS બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને નમન કર્યા

માતા-પિતાના પાર્થિવ દેહને જોઈ રડી પડી બિપિન રાવતની દીકરીઓ..

તામિલનાડુના કુન્નુરમાં ગઇકાલે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. ત્યારે આજે તમામ 13 લોકોના પાર્થિવદેહ દિલ્હી લવાયા છે. પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.

જનરલ બિપિન રાવત સહિત તમામ શહીદોના મૃતદેહ દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ PM મોદી પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપી છે. તેમની સાથે રક્ષા મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહ્યા.. તમામ શહીદોને પ્રધાનમંત્રી મોદીએ નમન કર્યા હતા. ત્યારબાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

NSA અજીત ડોભાલે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના પરિવારજનોને સાત્વના આપી હતી. આ પહેલા રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલ અહીં શહીદોના પરિવારને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.

દિલ્હીના પાલમ એરપોર્ટ પર બિપિન રાવતની બન્ને દીકરીઓ પણ હાજર રહી છે. પાર્થિવ દેહના અહીં પહોંચતા જ તેમની આંખોથી આંસૂ વહેવા લાગ્યા. આ સિવાય અહીં અન્ય સેન્ય કર્મીઓના પરિવારજનો પણ હાજર રહ્યા છે.

જનરલ રાવતની મોટી પુત્રીનું નામ કીર્તિકા છે. કીર્તિકાના લગ્ન થઈ ગયા છે અને હાલ તે મુંબઈમાં રહે છે. નાની દીકરીનું નામ તારિણી છે, જે દિલ્હી હાઈકોર્ટમાં વકીલ છે અને પ્રેક્ટિસ કરી રહ્યાં છે. બંને બહેનોની સ્થિતિ ખરાબ છે. 

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી