PM મોદીએ કેશુબાપાને અર્પણ કરી શ્રદ્ધાંજલિ, પરિવારજનોને સાંત્વના પાઠવી

બાપાના ફોટાને પગે લાગીને પીએમ મોદીએ પુષ્યાજર્લિ સાથે શ્રદ્ધાંજલિ અર્પી

બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ ભાજપના ભીષ્મપિતામહ એવા કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પરિવારને સાંત્વના આપી બાપાના ફોટાને પગે લાગીને પીએમ મોદીએ પુષ્યાજર્લિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. તેમનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીધા હતા. કેશુબાપા નામે ગુજરાતના રાજકારણ અને જનમાનસમાં પોતાની આગવી છબી ઊભી કરનાર કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા છે. ગુજરાતના આ દિગ્ગજ નેતાનું નિધન થતા રાજકારણમાં આવનારા સમયમાં તેમની મોટી ખોટ વર્તાશે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે.

જનસંધથી લઈને ભાજપના મૂળિયા રાજકારણમાં ઊંડા ઉતારવામાં કેશુબાપાનો મોટો ફાળો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને તેઓએ રાજનીતિમા ચાલતા શીખવાડ્યા હતા. ગુજરાતે એક અઠવાડિયાના ગાળામાં ત્રણ દિગ્ગજ મહાનુભાવોને ગુમાવ્યા છે. મહેશ અને નરેશ કનોડિયા જેવા દિગ્ગજ કલાકારો બાદ કેશુભાઈ પટેલનું નિધન ગુજરાત માટે મોટી ખોટ સાબિત થઈ છે.

મોદી કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે.

કેવડિયા એક અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ આસપાસના 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલી ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદઘાટન કરશે. 4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.

 69 ,  1