PM મોદી- રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચે 24 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠક

વડાપ્રધાન મોદી આજે અમેરિકા જવા રવાના થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે અમેરિકા જવા રવાના થશે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં હાજરી આપશે તેમજ અન્ય દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. આ મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઉપરાંત 100 દેશોના વડાઓ પણ અમેરિકા આવી રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. સોમવારે જાહેર થયેલ રાષ્ટ્રપતિના સાપ્તાહિક કાર્યક્રમમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે 23 સપ્ટેબરના રોજ ગુરૂવારે અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હૈર્રિસ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે.

બંને નેતાઓની વચ્ચે શુક્રવારે થનાર પહેલી બેઠકના સંબંધમાં કહેવામાં આવ્યું છે, ‘રાષ્ટ્રપતિ ભારતીય ગણરાજ્યના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.’ ડેમોક્રેટિક પાર્ટી નેતા જો બાઇડનના જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે ઘણીવાર ડિજિટલ માધ્યમોથી વાતચીત થઇ છે.

નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બર 2019 માં અમેરિકા યાત્રા પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યૂસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યા હતા. વ્હાઉટ હાઉસને શુક્રવારે રાષ્ટ્રપતિના કાર્યક્રમ વિશે કહ્યું કે બાઇડન (Joe Biden) જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા સાથે મુલાકાત કરશે.

અમેરિકી (America) રાષ્ટ્રપતિ સાપ્તાહિક કાર્યક્રમ અનુસાર 24 સપ્ટેમ્બર શુક્રવારે જ બાઇડન (Joe Biden) પ્રધાનમંત્રી મોદી, સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે વ્હાઇટ હાઉસ (white house) માં પહેલીવાર વ્યક્તિગત રૂપથી ક્વાડ નેતાઓના શિખર સંમેલનની મેજબાની કરશે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી