September 24, 2020
September 24, 2020

ગુજરાત સહીતના રાજ્યોને ટેસ્ટિંગ વધારવા PM મોદીએ કરી ટકોર

PM મોદીએ કહ્યું કે, ટેસ્ટિંગ રેટ ઓછો, પોઝિટિવ રેટ વધુ છે ત્યાં ટેસ્ટ વધારો.

કોરોના સંક્ટને લઇ PM મોદીએ આજે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં કરી હતી. ગુજરાતની સીએમ રૂપાણી સહિત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશના સીએમ સામેલ હતા. આ દરમિયાન વડાપ્રધાને કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર મુક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ટેસ્ટિંગ રેટ ઓછો, પોઝિટિવ રેટ વધુ છે ત્યાં ટેસ્ટ વધારો. ગુજરાત, બિહાર અને યુપીમાં ટેસ્ટિંગ વધારવા પડશે.

રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે. મહામારી પોતાનું રૂપ બદલી રહ્યું છે અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, બિહાર, ગુજરાત અને તેલંગાના જેવા રાજ્યોમાં ટેસ્ટિંગને વધારવાની જરૂર છે.

પીએમ મોદીએ કહ્યું કે નિષ્ણાતોએ કહ્યું છે કે 72 કલાકમાં જ જો કોરોના વાયરસની ઓળખ થઇ જાય તો જીવ બચાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે હવે 72 કલાકના ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે તેના 72 કલાકની અંદર સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટિંગ ફરજીયાત કરી દેવામાં આવે. દિલ્હી અને યુપીમાં પરિસ્થિતિ ડરામણી હતી પરંતુ ટેસ્ટિંગનું પ્રમાણ વધારતા હવે હાલત સુધરી છે. 

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર