કૃષિ કાયદા બાદ કલમ 370 ફરી લાગુ કરવાની માંગ..

કૃષિ કાયદાઓ રદ થતાં જોશમાં ફારુખ અબ્દુલ્લા…

દેશમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી દેશના ખેડૂતો સરકાર સામે બાંયો ચઢાવીને સામે આવી ગયા હતા, આનુ કારણ હતુ એકમાત્ર કૃષિ કાયદાઓનો વિરોધ, આખરે દેવ દિવાળીના પાવન પર્વના દિવસે ખેડૂત આંદોલનની જીત થઇ ગઇ છે. પીએમ મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી, પીએમ મોદીએ કહ્યું કે, હું આજે અહીં તમને કહેવા આવ્યુ છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી રહ્યાં છીએ. આમ સરકાર સામે આખરે ખેડૂત આંદોલનની જીત થઇ હતી. 

કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન સામે ઝુકી જઈને જે રીતે નવા કૃષિ કાયદા રદ કર્યા છે તે જોતા હવે ઘણાને લાગી રહ્યુ છે કે, કલમ 370 જમ્મુ કાશ્મીરમાં પાછી લાગુ કરવા માટે અને સીએએનો કાયદો પાછો લેવા માટે પણ આંદોલન થશે.

દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, હવે સરકારે કલમ 370 પણ ફરી લાગુ કરી દેવી જોઈએ. ચૂંટણીના કારણે સરકારે ખેડૂતોના નવા કાયદા પાછા ખેંચ્યા છે અને આ નિર્ણયનુ હું સ્વાગત કરુ છું.

સાથે સાથે તે્મણે ખેડૂતોને સલાહ આપી હતી કે, સંસદમાં જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચાય નહીં ત્યાં સુધી ખેડૂતોએ આંદોલનનુ સ્થળ છોડવુ જોઈએ નહીં. બીજી તરફ વિપક્ષે પણ સંસદની કામગીરીને ચાલવા દેવી જોઈએ. જે રીતે કૃષિ કાયદા રદ કરાયા છે તે જ રીતે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરવામાં આવે.જેથી રાજ્યમાં શાંતિ ફરી સ્થપાશે.

ઓગસ્ટ 2019માં હટાવાઈ હતી કલમ 370

કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019નારોજ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતા આર્ટિકલ 370ને હટાવી દીધી હતી. તેની સાથે જ જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી નાખ્યું હતું. જોકે, જમ્મુ-કાશ્મીરને વિધાનસભા વાળું કેન્દ્રસાશિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. જયારે લદાખમાં વિધાનસભા નથી.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી