સંવિધાન દિવસ પર બોલ્યા વડાપ્રધાન, વન નેશન વન ઇલેક્શન ભારતની જરૂરિયાત

સંવિધાન દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વન નેશલ વન ઇલેક્શનની વાત પર ભાર મૂક્યો છે. ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સના સંમેલનને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા થવી ખૂબ જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વન નેશન વન ઇલેક્શન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપ સૌ જાણો છો. આપણે તેના વિેશ ગંભીરતાથી વિચારવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે, 2008માં પાકિસ્તાનથી આવેલ આતંકવીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોના જીવ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત નવી નીતિ-રીતિની સાથે આતંકવાદનો સામનો કરી રહ્યું છે. 

વન નેશન વન ઈલેક્શનની જરૂર

પીએમ મોદીએ કહ્યું કે, વન નેશન, વન ઈલેક્શનની આજે ભારતની જરૂરિયાત બની ગયું છે. દેશમાં દરેક મહિનામાં ક્યાંકને ક્યાંક ઈલેક્શન થતા રહે છે. આવામાં તેના પર મંથન શરૂ થવુ જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, હવે આપણે સમગ્ર રીતે ડિજીટલકરણ તરફ વધવુ જોઈએ. કાળગનો  ઉપયોગ બંધ કરવો જોઈએ. આઝાદીના 75 વર્ષના જોતા હવે આ ટાર્ગેટ નક્કી કરવો જોઈએ. 

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર