September 21, 2020
September 21, 2020

દેશભરમાં મનાવવામાં આવી રહી છે ગણેશ ચતુર્થી, PM મોદીએ પાઠવી શુભકામના

લાલ બાગમાં ગણેશ ઉત્સવ પર રક્તદાન સહિત આરોગ્ય સંબંધીત કેમ્પનું આયોજન

કોરોના કહેર વચ્ચે દેશભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે.

આ વર્ષે મુંબઈમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની ઉજવણીના ઉત્સાહમાં ગ્રહણ લાગી ગયું છે. ત્યારે મુંબઈમાં કોરોનાના જોખમને જોતા પહેલેથી જ મહારાષ્ટ્ર સરકારે ગણપતિની મૂર્તિ લઈને માર્ગદર્શિકા જાહેર કરી હતી. જે અંતર્ગત સાર્વજનિક મંડળની મૂર્તિઓની ઉંચાઈ 4 ફુટથી વધુ ન હોવી જોઈએ અને રહેણાંક વિસ્તારમાં બનેલી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બે ફુટની જ હોવી જોઈએ, તો વિસર્જન સમયે માત્ર પાંચ લોકોને જવાની મંજુરી આપવામાં આવી છે.

એમાં પણ દેશમાં સૌથી લોકપ્રિય મુંબઈના લાલ બાગ કા રાજા મંડળ દ્વારા આ વર્ષે મૂર્તિ સ્થાપના કરવામાં આવી નથી પરંતુ દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવ પર રક્તદાન સહિત આરોગ્ય સંબંધીત કેમ્પનું આયોજન કરવામાં આવશે, ગણેશ ઉત્સવને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશાવાસીઓને શુભકામના પાઠવી હતી, અને જણાવ્યું હતું કે, તેઓ ભગવાન ગણેશ કોવિડ-19 થી વહેલી તકે દેશવારીઓને મુક્તિ આપે, તો ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડૂએ પણ દેશાવાસીઓને ગણેશ ચતુર્થીના પર્વની શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના શુભ પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને સર્વત્ર આનંદ અને સમૃદ્ધિની શુભકામના પાઠવી છે.એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “તમને બધાંને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામના. ગણપતિ બાપ્પા મોર્યા! ગણેશ ચતુર્થીના શુભ પર્વ પર શુભેચ્છાઓ. ભગવાન શ્રી ગણેશનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે. સર્વત્ર આનંદ અને સમૃદ્ધિ થાય”

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર