સંસદમાં PM મોદીએ પોતાના ખાસ મિત્ર સાથે કરી મુલાકાત, Pics

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઓફિસમાં દરરોજ મહેમાનો સાથે મુલાકાત કરતા રહે છે, આ મહેમાનોમાં વિદેશી પ્રમુખથી માંડી મોટી હસ્તીઓ પણ સામેલ હોય છે. પરંતુ મંગળવારે તેમનો એક ખાસ મહેમાન મળવા આવ્યો હતો, જેની ક્યૂટ તસવીરો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ મહેમાન બીજું કોઇ નહીં પરંતુ એક નાનકડું બાળક છે તેને રમાડતી તસવીર પીએમ મોદીએ શેર કરી. આ તસવીરને પીએમના ફોલોઅર્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. પીએમએ તસવીરની સાથે ઇંસ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું, આજે સંસદમાં મને મળવા એક ખાસ મિત્ર આવ્યો હતો.

પીએમના ટેબલ પર બાળકની સાથે કેટલીક ચોકલેટ્સ પણ મૂકી છે તેને જોઇને તેઓ ખૂબ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. પીએમએ બાળકની સાથે રમતા રમતા પોતાની બે તસવીરો શેર કરી છે. બાળક કોનું છે તેની ડિટેલ પીએમ મોદીએ શેર કરી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ અવાર નવાર સામે આવે છે. 15 ઓગસ્ટે લાલકિલ્લા પર ભાષણ દરમિયાન પ્રોટોકોલ તોડીને બાળકોને મળવા માટે પહોંચી જવું તે તેમની બાળકો પ્રત્યેની નિર્દોષ લાગણી દર્શાવે છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી