હમ આપકી ભલાઇ કે લીયે કામ કરતે હૈ ઔર વો મલાઇ કે લીયે…

વડાપ્રધાન મોદીએ આજે અરૂણાચલ પ્રદેશના આલોમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં વડાપ્રધાને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. પીએમએ કહ્યું હતું કે, આ લોકોને તમારી ભલાઈ કરતાં વધું મલાઈમાં રસ હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું,“પહેલાં નામદાર પરિવાર અને તેમના દરબારીઓ પોતાની સલ્તનતને મજબૂત કરી રહ્યાં હતા. તેમને તમારી ભલાઈથી વધારે પોતાની મલાઈમાં રસ હતો. અમે તમારી ભલાઈ માટે કામ કરીએ છીએ અને તેઓ મલાઈ માટે કામ કરે છે.”

વધુમાં પીએમ મોદીએ આતંકવાદના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારતે દુશ્મનોને ઘરમાં ઘૂસીને માર્યા ત્યારે તેમનું વલણ નિરાશાજનક રહ્યું હતું. આપણા વૈજ્ઞાનિકોની સીદ્ધીનો પણ તેમણે મજાક ઉડાવ્યો હતો. પીએમએ કહ્યું, તેઓ આતંકવાદીઓના આકાઓની ભાષા બોલે છે.

ભારતમાં ભલે કોંગ્રેસને કોઈ વખાણે નહીં પાકિસ્તાનમાં તેમની જયજયકાર થઈ રહી છે. ત્યાંના અખબારોમાં આ લોકોની તસવીરો છપાય છે.

 91 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી