કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશ : જનરલ બિપિન રાવતનાં પત્નીનું નિધન, 14માંથી 13નાં મોત

PM મોદીના નિવાસસ્થાને સાંજે 6.30 કલાકે CCSની બેઠક

તમિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે બપોરે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તેમાં આગ લાગી ગઈ હતી. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળી આવ્યાં છે. PM મોદીના નિવાસસ્થાને સાંજે 6.30 કલાકે CCSની બેઠક મળવા જઇ રહી છે.

દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત કેવી છે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિતિ ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.

તો બીજી તરફ દેશભરમાં CDS બિપિન રાવત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી