બાપુની ધરતી પર આજે ઈતિહાસ બનતો જોઈ રહ્યા છીએ : વડાપ્રધાન

અમૃત મહોત્સવ શરૂ થતા પહેલા દિલ્હીમાં અમૃતવર્ષા થઇ : PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે.આઝાદીના અમૃત મહોત્સવનો તેમના હસ્તે આજથી શુભારંભ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર છે. સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર છે. 

સાબરમતી આશ્રમમાં પીએમ મોદીએ અમૃત મહોત્સવમાં સંબોધન કર્યુ, પીએમ મોદીએ કહ્યું- આજે હું દિલ્હીથી નીકળ્યો ત્યારે સંયોગ બન્યો, અમૃત મહોત્સવ શરૂ થતા પહેલા દિલ્હીમાં અમૃતવર્ષા થઇ. આપણે આઝાદ ભારતના ઐતિહાસિકના સાક્ષી બનવા જઈ રહ્યા છે, અમૃત મહોત્સવ શરૂ થનાર છે. અમૃત મહોત્સવ 15 ઓગષ્ટ 2023 સુધી ચાલશે.

વડાપ્રધાને કહ્યું, હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.

દેશની નજર ગુજરાત પર છેઃ સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ અમૃત મહોત્સવમાં પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાન્સની વિચારધારા બદલી હતી. ગુજરાતના સપૂત સરદાર પટેલ ઉપર જવાબદારી હતી.

 16 ,  1