જે કહ્યું તે કરી બતાવ્યું….! થેંકસ મોદીજી…!

ગાંધીનગરના મુગૂટમાં વધુ ફાઇસ્ટાર મોરપિંછ ઉમેરાયા…

નિર્જન કેવડિયા સ્ટેચ્યુને કારણે આજે હોટ ડેસ્ટીનેશન બન્યું…

ધોલેરા બનશે ત્યારે લોકો કહેશે-ના હો, બોસ કરી બતાવ્યું..

ગીફ્ટ સીટીમાં શેરબજાર આવે એટલી વાર…!

નવી સંસદમાં કોંગ્રેસના ગણ્યાગાંઠ્યા સાંસદોને પણ બેસવુ જ પડશે ને..?

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રહેતા લોકો પૈકી કોઇએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે રેલવે દ્વારા જેની ઉપેક્ષા કરવામાં આવતી હતી તે ગાંધીનગર રેલવે સ્ટેશનને જોડીને 370 રૂમ ધરાવતી અતિ આધુનિક સુખ સુવિધા સાથેની ફાઇવ સ્ટાર હોટેલ બનશે અને જ્યાં એક સમયે માત્ર અમદાવાદથી ગાંધીનગર સુધી જ ટ્રેન આવતી હતી તે રેલવે સ્ટેશન ધમધમતુ થશે…!
કેવડિયા એટલે નર્મદા ડેમ. કેવડિયાની સાથે નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ જ યાદ આવે. પણ આજે..? કેવડિયા એટલે સરદારસાહેબની સૌથી ઉંચી પ્રતિમા સાથે તેમનું નામ જોડાઇ ગયું…! સ્ટેચ્યુના ટૂંકા નામે જાણીતા બનેલ જંગલ વિસ્તાર કેવડિયામાં આજે જંગલ મેં મંગલ સમાન બન્યું છે. કેવડિયા સ્ટેચ્યુને રેલવે દ્વારા જોડી દેવામાં આવ્યું છે. ભારતભરની ટ્રેનોની સાથે કેવડિયાની ટ્રેનું નામ પણ જોડાઇ ગયું.

સ્ટેચ્યુની નજીકમાં નર્મદા નદી વહે છે. તેને ધ્યાનમાં રાખી અમદાવાદના સાબરમતી નદીથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની સેવા શરૂ કરી. કેવડિયામાં હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુની આછેરી ઝલકની સાથે આસપાસની વનરાજી અને ડેમ નિહાળવા માટેની વ્યવસ્થા કરી છે. પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટીની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની પરિષદો કેવડિયા સ્ટેચ્યુ ખાતે યોજાય છે.

કેવડિયામાં જ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. નાના બાળકોથી લઇને સૌ કોઇને એક બે દિવસની ટ્રીપનો આનંદ મળી રહે એવુ જોવાલાયક સ્થળ એટલે સ્ટેચ્યું…! જતે દહાડે જેમ જેમ દેશવિદેશના પ્રવાસીઓ સ્ટેચ્યુ આવતા જશે તેમ આગામી સમયમાં ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ફાઇવ સ્ટાર હોટેલની જેમ કેવડિયામાં પણ ફાઇવ સ્ટાર હોટેલ બને તો નવાઇ નહીં.

કચ્છમાં રણોત્સવની શરૂઆત જેમણે કરી એ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બારે માસ કચ્છડો…ને એક નવી ઓળખ આપી. સફેદ રણ કચ્છના ધોરડોમાં વર્ષોથી છે અને પૂનમના દિવસે ચાંદની રાતમાં રેતીનું રણ સફેદ જણાય છે. જાણે બરફની ચાદર જ જોઇ લો…. વર્ષો પહેલા સંગઠનના કામ વખતે કચ્છની મુલાકાત વખતે મોદીને સ્થાનિક લોકોએ તે બતાવ્યું અને 7, ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે કચ્છને ભૂકંપમાંથી બહાર લાવવાની ટોપ પ્રોયોરીટીની સાથે સફેદ રણને વિકસાવવાનું આયોજન કરીને રણોત્સવને એટલુ લોકપ્રિય બનાવ્યું કે આજે પ્રવાસન નકશામાં ધોરડો અંકિત થઇ ગયો છે. સફેદ રણની મુલાકાત વગર જાણે કચ્છની મુલાકાત આધી અધૂરી ગણાય….!

અમદાવાદમાં નેહરૂબ્રિજની નીચે સાબરમતી નદીના કિનારે કેટલા લોકો ફરવા જતા હતા…? આજે એ પુલની નીચે સહિતના નદી કિનારાના તમામ સ્થળો સેલ્ફી પોઇન્ટ અને મનોરંજન માટેના મનપસંદ સ્થળો બની ગયા છે. જે રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટને અને તત્કાલીન મુખ્યમંત્રી મોદીને આભારી છે. અમદાવાદની જેમ સુરત અને અન્ય જ્યાં નદી કિનારે શહેરો છે કે શહેરની મધ્યમંથી પસાર થાય છે ત્યાં પણ રીવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે.

પતંગોત્સવને આતરરાષ્ટ્રીય ઓળખ અને ફલક પર લઇ જવાનું કામ પણ તેમણે જ કરી બતાવ્યું તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ પણ ગુજરાતને તેમની જ આગવી ભેટ છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર અને તેની નજીક દાંડી નમક આંદોલનની પ્રતિકૃતિ સ્થળ પણ તેમનું જ આયોજન છે. હવે પછી જે ગુજરાત વાયબ્રન્ટ થશે ત્યારે દેશવિદેશના મહેમાનોને ગાંધીનગરમાં રેલવે સ્ટેશન નજીક 790 કરોડના ખર્ચે બનેલી 375 રૂમની સુવિધા વાળી ફાઇવ સ્ટાર હોટેલમાં રાખવામાં આવશે તે નક્કી જ છે. વાયબ્રન્ટ જેવા બીજા ઘણાં ઇવેન્ટ ગાંધીનગરમાં સમયાંતરે થશે જેનો લાભ ફાઇવસ્ટાર હોટેલ અને ગાંધીનગરના અર્થતંત્રને મળશે.

ધોલેરા સ્માર્ટ સીટીનું કામ ભલે ધીમી ગતિએ ચાલી રહ્યું હોય પણ જ્યારે ત્યાં આંતરરાષ્ટ્રીય વિમાની મથક, રેલવે સ્ટેશન અને અમદાવાદ સાથે મેટ્રો ટ્રેનનું જોડાણ જેવી સુવિધા આકાર લેશે ત્યારે નગર રચનામાં ધોલેરા સીટીને અનેક પુરસ્કારો મળશે તે નક્કી છે. કેમ કે ધોલેરા ખાતે એક આખુ નગર તદન નવુ બની રહ્યું છે. રાજકોટ નજીક વધુ એક વિમાની મથક અને દિલ્હી જેવી એઇમ્સ હોસ્પિટલની ભેટ પણ વડાપ્રધાન મોદીને ફાળે જાય છે.

એક સમયે અમદાવાદથી ગાંધીનગરનો રસ્તો લાંબો..સૂમસામ, નિર્જન તથા જંગલ વિસ્તાર લાગતો હતો. આજે…? જાણે બન્ને શહેરો એક જ હોય અને એક જ શહેરમાં ફરી રહ્યાં હોઇએ એવો ડેવલોપમેન્ટ જે થયું છે તે કોને આભારી છે એ કહેવાની જરૂર છે ખરી..? ગીફ્ટ સીટી એ મોદીની જ કલ્પના છે. ભલે અત્યારસુધી 26-26 માળના બેજ ટાવર બન્યા પણ જ્યાં 10 માળથી ઉંચી કોઇ ઇમારત જ આખા ગુજરાતમાં નહોતી ત્યાં 26 માળના ટાવરો અને આંતરરષ્ટ્રીય નાણાં બજાર ગીફ્ટ સીટીમાં ધમધમે છે તે જોતાં આવનારા સમયમાં મુંબઇનું શેર બજાર ગીફ્ટ સીટી આવે કહ નહીં સકતે…!

જે કહ્યું તે કરી બતાવ્યું….માં માનનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવી દિલ્હીમાં 2024માં ત્રિકોણાકાર નવી સંસદ અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે ત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના જે થોડાઘણાં ચૂંટાયેલા સાંસદો, નહીં..નહીં.. મોદીએ બનાવેલી સંસદમાં અમે નહીં બેસીએ…એમ કહી શકશે…! .માથુ નીચુ રાખીને નવી સંસદમાં પ્રવેશ કરી રહ્યાં હશે..!

 215 ,  2