September 23, 2021
September 23, 2021

આજે સંસદ ટીવી લોન્ચ કરશે PM મોદી

લોકસભા-રાજ્યસભા ટીવીનું સ્થાન લેશે આ નવી ચેનલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બર એટલે કે આજે સંસદ ભવનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સંસદ ટીવી લોન્ચ કરશે. આ નવી ટેલિવિઝન ચેનલ લોકસભા અને રાજ્યસભાને બદલે બનાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

સંસદ સત્ર દરમિયાન બંને ગૃહોનું લાઇવ સ્ટ્રીમિંગ સુનિશ્ચિત કરવા માટે સંસદ ટીવી પાસે હવે બે ચેનલો હશે. રાજ્યસભાના એક અધિકારી, જેમણે નામ ન આપવાની શરતે, જણાવ્યું હતું કે, “ચેનલોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ લોન્ચિંગ માટે તૈયાર છે. અધિકારીઓ નવી ચેનલો શરૂ કરવા માટે પીએમ મોદીના સમયની રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યસભા ટીવી સ્થાપના- તે તાલકટોરા સ્ટેડિયમની બાજુમાં ભાડાની મિલકતથી ચાલે છે. નવા યુનિટની રચના કરવા માટે તેને LSTVના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મર્જ કરવામાં આવશે.

સંસદ ટીવી સેરેબ્રલ ચેનલ તરીકે સ્થાપવામાં આવી રહી છે, જે દેશની લોકશાહી નીતિઓ અને સંસ્થાઓ સંબંધિત વિષયો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પ્રદાન કરશે. જ્યારે સંસદ સત્રમાં હોય ત્યારે સંસદ ટીવી પાસે બે ચેનલો હશે જેથી લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી એક સાથે પ્રસારિત કરી શકાય.

 56 ,  2