વડાપ્રધાન મોદી 6 જાન્યુઆરી જશે દુબઈના પ્રવાસે

ભારત- UAE મુક્ત વેપાર કરાર પર પણ થશે હસ્તાક્ષર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષ 2022માં દુબઈની મુલાકાત સાથે વિદેશ પ્રવાસની શરૂઆત કરશે. આ મુલાકાત ભારત માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વધતા વ્યૂહાત્મક મહત્વનું ઉદાહરણ પણ હશે. પીએમ મોદીની દુબઈની મુલાકાત 06 જાન્યુઆરી, 2022થી શરૂ થઈ શકે છે. આ દરમિયાન તે દુબઈ એક્સપોમાં ભાગ લે તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને આકાર આપવા માટે વાટાઘાટો ચાલી રહી છે અને PM મોદીની મુલાકાત દરમિયાન મહત્વની જાહેરાત પણ થવાની શક્યતા છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન UAE સાથે સંબંધોને મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.

સપ્ટેમ્બર 2021 માં, બંને દેશોએ જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં FTA પર કરાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુસદ્દા કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે જેથી મોદીની મુલાકાત દરમિયાન પ્રારંભિક જાહેરાત કરી શકાય. મોદી સરકારના છેલ્લા સાત વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે કોઈ દેશ સાથે FTA કરવામાં આવશે. જો કે, તાજેતરના મહિનાઓમાં પાંચ દેશો સાથે FTAs પર વાતચીત શરૂ કરવામાં આવી છે.

દુબઈ એક્સ્પોમાં કાયમી પ્રદર્શનની જગ્યા ધરાવતા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે. આ દર્શાવે છે કે ભારત માટે UAEને કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ એટલું જ નથી કે ત્યાં 33 લાખ ભારતીયો રહે છે, પરંતુ વૈશ્વિક કૂટનીતિમાં ગલ્ફ ક્ષેત્રના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને, ભારત દુબઈ સહિત યુએઈના અન્ય રાજ્યો સાથે સંબંધોને મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યું છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી