ગુરુદ્વારા પહોંચ્યા વડાપ્રધાન મોદી, તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી : જુઓ તસવીરો

PM મોદીએ ગુરૂ તેગબહાદુરને નમન કરતાં માથું ટેકવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર સવારે અચાનક જ દિલ્હીના રકાબગંજ સાહિબ ગુરૂદ્વારા પહોંચ્યા. જ્યાં તેમણે સર્વોચ્ચ બલિદાન માટે ગુરૂ તેગબહાદુરને નમન કરતાં માથું ટેકવ્યું.

વડાપ્રધાન મોદી જ્યારે અહીં પહોંચ્યા હતા, ત્યારે ત્યાં કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો કે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું. વડાપ્રધાન સવાર સવારમાં ભારે ઠંડી વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા અને માથું ઝુકાવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રકાબગંજ પ્રવાસની તસવીરો જાહેર કરી છે. આ ઉપરાંત તેમણે ગુરુમુખી ભાષામાં પણ સંદેશ આપ્યો છે.

રકાબગંજ ગુરુદ્વારાની મુલાકાત વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વાર રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરુ તેગબહાદુરજીનાં પવિત્ર દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મોદીએ જણાવ્યુ કે હું ખૂબ આનંદ અનુભવી રહ્યો હતો, વિશ્વભરના લાખો લોકોની જેમ, હું પણ શ્રી ગુરુ તેગબહાદુરજીની કરુણાથી પ્રભાવિત અને પ્રેરિત થયો છું.

જણાવીએ કે દિલ્હીનું ગુરુદ્વાર રકાબગંજ શીખ લોકોનું પવિત્ર સ્થળ છે. આ ગુરુદ્વારા સંસદ ભવન નજીક આવેલું છે. તે વર્ષ 1783માં બનાવવામાં આવ્યું હતું.

ગુરુ તેગબહાદુરનો જન્મ 1 એપ્રિલ 1621 ના ​​રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. આ તે જ જગ્યા છે જ્યાં શીખના નવમા ગુરુ ગુરુ તેગબહાદુરજીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના પુત્રએ અહીં તેમના શિરચ્છેદ પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. જણાવીએ મોગલ શાસક ઔરંગઝેબે 11 નવેમ્બર 1675માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુ તેગબહાદુરનું શિરચ્છેદ કર્યુ હતુ.

 109 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર