PM મોદી બિહારમાં આજે ચાર ચૂંટણી રેલીને કરશે સંબોધિત

બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં NDA દ્વારા જોરશોરથી પ્રચાર, છપરા, સમસ્તીપુર, મોતિહારીમાં પીએમ મોદીની જાહેરસભા

બિહારમાં આજે બીજી તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. એનડીએ ગઠબંધન અને મહાગઠબંધન પોતપોતાના ઉમેદવારોના વિજય માટે તમામ તાકાત ઝોંકી રહ્યાં છે. પ્રધાનમંત્રી ચાર રેલીઓને સંબોધીને ઝંઝાવાતી પ્રચાર કરશે. તેઓ છતરા, સમસ્તિપરુ, મોતિહારી અને બગહામાં ચૂંટણી સભા સંબોધશે.

બિહારના બીજા તબક્કાની ચૂંટણી ત્રીજી નવેમ્બરે મતદાન થશે. બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે ભાગલપુરમાં રેલી કરીને વિપક્ષોઉપર પ્રહારો કર્યા હતા.જ્યારે એનડીએ માટે ભાજપના રાષ્ટ્રીય અદ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.મહાગઠબંધનના નેતાઓ દ્વારા પણ પ્રચાર પૂરજોશમાં થઇ રહય્યોછે. રાજદના નેતા તજસ્વી યાદવે અને લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને રેલીને સંબોધી હતી.

પ્રથમ ચરણમાં 53.46 ટકા મતદાન

વિધાનસભાની પ્રથમ ચરણનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. ચૂંટણીપંચના આંકડા અનુસાર સાંજે 6 વાગ્યા સુધી 53.46 ટકા મતદાન થયું હતું.

કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે બિહાર વિધાનસભાની 71 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ અનુસાર ધૌરેયા વિધાનસભા બેઠકમાં સૌથી વધુ 62.5 ટકા મતદાન થયું છે અને સૌથી ઓછું મતદાન સંદેશ વિધાનસભા બેઠકમાં થયું હતું, જે 43.8 ટકા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણી હતી. પ્રથમ તબક્કામાં બિહારના કુલ છ જિલ્લાની 71 બેઠકો પર મતદાન થયું હતું

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર