વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોજ સાંજે ચાર વાગે આકાશવાણી ઉપર જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કરે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી અનુચ્છેદ-370ને ખતમ કરવા અને બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવા વિશે વિસ્તારથી વાત કરશે. ચર્ચા અને દલીલો પછી આ બિલ સોમવારે રાજ્યસભામાંથી અને મંગળવારે લોકસભામાંથી પસાર થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સહિ પછી ભાગલાની શરૂઆત પણ થઈ ગઈ છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે કાશ્મીરની મુલાકાતે હતા. અહીં તેમણે સ્થાનિક લોકો સાથે વાત કરી હતી અને જાહેરમાં લંચ કરતા પણ જોવા મળ્યા હતા. રાજ્યપાલે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે, સુરક્ષા વ્યવસ્તા સંતોષજનક છે.

જ્યારે અનુચ્છેદ-370માં ફેરફાર પછી પુંછ જિલ્લાના બાફ્લાઈઝ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. શાંતિ ભંગ થવાની શંકાએ અમુક નેતાઓ સહિત 500 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. પૂર્વ સીએમ ઓમર અબ્દુલા અને મહેબુબા મુફ્તીની પણ પહેલેથી ધરપકડ કરી લેવામાં આવી છે. રાજ્યમાં ટેલિફોન અને ઈન્ટરનેટ સેવા ચોથા દિવસે પણ બંધ છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી